← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નિવૃત્તિનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નિવૃત્ત થયા ને ઘેર પધાર્યા, હવે શું કરવું, ભાઈ?
પત્ની બોલી: ‘શાક લઈ આવો, પછી કરજો કવિતાઈ!’

ઑફિસમાં તો સાહેબ હતા, ફાઇલો ઝૂકતી પાસે,
ઘરમાં આવ્યા તો કામવાળી પણ પૂછે: ‘કેમ અહીં આ સાથે?’
ખુરશી ગઈ ને હીંચકો આવ્યો, મળી ગઈ નવી નવાઈ…
નિવૃત્ત થયા ને…

સવારે ચાલવા જઈએ ત્યાં તો બાંકડે બેઠી ટોળી,
બ્લડપ્રેશર ને શુગર ને ઘૂંટણની ચાલે ગોળી;
પેન્શન આવે પહેલી તારીખે, પૌત્ર માગે મીઠાઈ…
નિવૃત્ત થયા ને…

પરાગ કહે: આ ઘડિયાળ હવે ખીંટીએ થોડી ઝૂલે,
જે જીવનભર ના જોયું, એ ફૂલ હવે આંગણમાં ફૂલે;
પત્ની સાથે ચા પીવાની, હવે મળી સાચી કમાઈ…
નિવૃત્ત થયા ને…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખશૂન્ય છેઆગલો લેખ →દિવસો