← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નિવાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસમાં ભીનું થયેલું ઘાસ ને પીળો ઉજાસ,
ડાળ પર ટહુકો કરે છે કોઈ પંખી આસપાસ;
તીર્થમાં શોધ્યો સદા જે, આ જ ઘાસે મલકતો,
ઝાડવાંમાં, ફૂલમાં ને ઝરણમાં એનો નિવાસ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપહેલું ડગલુંઆગલો લેખ →કોણે પૂછ્યું, સખી?