નિરાંતે
ન દોડું, હવે તો ફરું છું નિરાંતે,
ન તૃષ્ણા, હવે હું તરું છું નિરાંતે.
ઘણી રાત જાગ્યો ઉજાગર કરીને,
હવે દીપ પેઠે ઠરું છું નિરાંતે.
ન સરખામણી કે ન સ્પર્ધા કશાની,
ગમે તે મજાનું કરું છું નિરાંતે.
ન કાંડે ઘડી કે ન ભીંતે સમયપત્ર,
હવે શ્વાસ ઊંડા ભરું છું નિરાંતે.
પરાગે સુગંધે ભરી જિંદગી, ને
ખરું તો હવે હું મરું છું નિરાંતે.
– પરાગ રતનપરા
#ગઝલ #નિરાંત #સંતોષ #શાંતિ #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #PeaceOfMind #SlowLiving #LettingGo #ParagRatanpara