← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નીલકંઠ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાખ ચોળી અંગ પર જે રાજવી સમ ઝળહળે,
ઝેર પીને કંઠમાં, જગને અમી થઈને મળે;
ભૂત, ભિક્ષુક, દેવ સૌ જેની સભામાં એક છે,
એ જ શિવ જો મન વસે, તો ભેદ સઘળા ઓગળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખખાલી કટોરોઆગલો લેખ →કવિતા ક્યાંથી આવે છે?