← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખાલી કટોરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખાલી કરી દીધો મેં તો મારો કટોરો રે,
ત્યારે સાકીએ રેડ્યો રંગ અનોખો રે.

ભરેલા પ્યાલામાં ક્યાંથી ઝીલું મદિરા?
‘હું’ ને ‘મારું’ ભરી રાખ્યું’તું, જાણે કોઈ હીરા;
ઠાલવ્યા ત્યારે છલક્યો નૂરનો દરિયો રે…
ખાલી કરી દીધો…

પીધો તો આંખોમાં ઊગ્યા સાત આસમાન,
ઘૂંટડે ઘૂંટડે ભૂલ્યો હું મારું ભાન;
‘હું’ ઊડી ગયો, રહી ગયો બસ ‘તું’નો ઓટલો રે…
ખાલી કરી દીધો…

પરાગ કહે: આ મયખાનું તો છે ભીતર,
બહાર શોધે એને મળે ઠાલી ઠોકર;
ખાલી થાય એ જ પામે, એવો પ્રેમનો નુસખો રે…
ખાલી કરી દીધો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઉનાળોઆગલો લેખ →નીલકંઠ