નયનમાં
નથી મેઘ, તોયે ઝડી નયનમાં,
ઘણી વાતની છે કડી નયનમાં.
વિદાયે તને જોઈ’તી જે ક્ષણે,
હજી એ જ થંભી ઘડી નયનમાં.
ઘણા વૈદ પાસે ગયો દર્દ લઈ,
મળી દર્દની પણ જડી નયનમાં.
ગયા બાપ, ખૂણે પડી લાકડી,
હજી એમની છે છડી નયનમાં.
‘પરાગે’ લખી આંસુની જે ગઝલ,
પડી છે સ્મરણની ગડી નયનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #આંસુ #નયન #સ્મરણ #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Tears #EyesSpeak #Memories #MissingFather #ParagRatanpara