← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવું વરસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ જ સૂરજ, એ જ ચંદર, એ જ જૂની ઝૂંપડી,
ભીંત પર તારીખ બદલી, તોય ના બદલી ઘડી;
જાત બદલું તો જ નૂતન થાય છે વરસો બધાં,
અન્યથા આ સાલ પણ ગત સાલ જેવી નીવડી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરણની પનિહારીઆગલો લેખ →મંગળ ફેરા