નવું છે
ગલી એ જ, તો યે હવાનું નવું છે,
નયન એ જ, બસ આ નશાનું નવું છે.
હસું હું વગર કારણે આયનામાં,
દરદ, કે કશું આ દવાનું નવું છે?
હતો ચાંદ તો રોજ નભમાં અમસ્તો,
તને જોઈ એની છટાનું નવું છે.
નથી ભૂખ, નિદ્રા, તરસ પણ ન લાગે,
હસે બા: ‘ખરું, આ દુવાનું નવું છે!’
પરાગે ઘણી ફૂલવાડી ફરી’તી,
હવે તો સ્વયં મ્હેકવાનું નવું છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પહેલોપ્રેમ #નવીનતા #યૌવન #પ્રણય #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstLove #EverythingNew #Youth #Romance #ParagRatanpara