← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નથી પૂછ્યું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવા આવી, અડી ગઈ ફૂલના પાને, નથી પૂછ્યું,
વરસતો મેઘ ધરતીને મળે છાને, નથી પૂછ્યું.

તને જોતાં જ ધબકારો ઘડી ભૂલી ગયું આ દિલ,
‘તને ચાહું’ – કહી દીધું, જરા કાને, નથી પૂછ્યું.

કમળ ખીલ્યું સરોવરમાં, પરોઢે સૂર્ય ઊગ્યો ત્યાં,
ભ્રમર ગુંજે કમળને, મસ્ત એ ગાને, નથી પૂછ્યું.

પતંગા દીવડે દોડે, શમા પર જાન દે હસતાં,
બળે પણ ના ડરે, એણે ય દીવાને નથી પૂછ્યું.

પવનની પાંખ પર બેસી, પરાગે મ્હેક ફેલાવી,
ગયો કો' ફૂલ પાસે, ફૂલની માને નથી પૂછ્યું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સહજપ્રેમ #પતંગિયું #પરાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveDoesntAsk #NaturalLove #MothAndFlame #Spontaneity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગઝલનો વર્ગઆગલો લેખ →મજૂરણનું હાલરડું