← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નથી મળતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણી શેરી, ઘણા ચોરા, છતાં રસ્તો નથી મળતો,
નગરમાં એક પણ માણસ મને હસતો નથી મળતો.

અહીં વેચાય છે સઘળું, ખુશી, સપનાં, દુઆઓ પણ,
વ્યથામાં હાથ ઝાલે, એ ખભો સસ્તો નથી મળતો.

ગયો કાશી, ગયો મક્કા, ઘણું પૂજ્યો, છતાં અંદર,
અહંનો એક પથ્થર પણ જરા ખસતો નથી મળતો.

નદી જેવો હતો જે જોશ મારી ભીતરે ક્યારેક,
હવે પથ્થર ઉપર એ ધોધ થઈ ધસતો નથી મળતો.

પરાગે શબ્દમાં શોધ્યો, પરાગે મૌનમાં શોધ્યો,
ગઝલની બ્હાર એ ક્યાંયે હવે વસતો નથી મળતો.

– પરાગ રતનપરા

#ગઝલ #શોધ #નગર #એકલતા #અહંકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #SearchForSelf #CityLoneliness #Ego #LostJoy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવિસામોઆગલો લેખ →સપનું