નથી હોતો
ખરો જે પ્રેમ છે, એ તો હિસાબોમાં નથી હોતો,
લખાયો જે હૃદય પર, એ કિતાબોમાં નથી હોતો.
નયન પૂછે, નયન જાણે, અધર તો મૌન રાખે છે,
પ્રણય તો મૌનમાં, બોલ્યા જવાબોમાં નથી હોતો.
ગુલાબો, ચૉકલેટો, ભેટ-સોગાદો ભલે આપો,
ખરો શૃંગાર ઝગમગતા નકાબોમાં નથી હોતો.
નથી એ સાત ફેરામાં, નથી એ રાખડી-દોરે,
સમાજી નામ, ઓળખ ને ખિતાબોમાં નથી હોતો.
પરાગે ફૂલને પૂછ્યું: ‘તને શું પ્રેમ છે મ્હેકે?’
કહે: ‘એ શ્વાસમાં છે, બસ ગુલાબોમાં નથી હોતો.’
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સાચોપ્રેમ #મૌન #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueLove #Silence #BeyondWords #Relationships #ParagRatanpara