← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નથી બોલવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાને હવે, રહેવા દે, મારે નથી બોલવું,
તારી મીઠી વાતુંમાં હવે ફરીથી નથી ડોલવું…

પૂનમ કીધી’તી, આવ્યો અમાસે, ફૂલ લાવ્યો તો કરમાયું,
ઝાંપે ઊભી રાહ જોઈ, ત્યાં ઓરડે દીવડું ઓલવાયું;
હવે મારા મનનું બારણું તારા સારુ નથી ખોલવું…
જાને હવે…

ગામ આખું પૂછે છે મને: ‘કેમ, ગોરી, મલકાતી?’
‘નથી બોલવું’ કહેતાં કહેતાં, હું જ છાની હરખાતી;
જીભે ‘ના’ ને હૈયે ‘હા’, એ કેમ કરીને તોલવું?…
જાને હવે…

પરાગ કહે: આ રીસ નથી, આ તો પ્રીતનું પાણી,
જેટલી ‘ના’ ઊંચે સાદે, એટલી ‘હા’ શરમાણી;
સાંજ પડે ને સાજન આવે, ત્યાં ભૂલી જાતી ‘નથી બોલવું’…
જાને હવે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફ્લેટમાંઆગલો લેખ →તું પણ હતો