નમીશું નહીં
ભલે હોય આંધી, નમીશું નહીં,
દિયો ઘાવ લાખો, રડીશું નહીં.
નદી જેમ, રસ્તે ભલે પથ્થરો,
અમે પીઠ દઈને ફરીશું નહીં.
તમે રાતના રાજ લઈ લો બધાં,
અમે આગિયા, ને ઠરીશું નહીં.
ભલે બાબુ ઠેલે અરજ લાખ વાર,
ફરી આવશું, પણ મરીશું નહીં!
પરાગે ભલે ફૂલ ખરતાં જુએ,
અમે મ્હેક છીએ, ખરીશું નહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #ખુમારી #સંઘર્ષ #હિંમત #અડગતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Defiance #NeverBow #Courage #Resilience #ParagRatanpara