← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઑનલાઇન છે, પણ…

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઑનલાઇન દેખાય છે ગોરી, તોય જવાબ ન આપે,
બે બ્લૂ ટિક દેખાડી મારું હૈયું ધીમે કાપે.

‘ગુડ મૉર્નિંગ’નો મેસેજ મોકલ્યો, સાથે ગુલાબ લાલ,
એણે ‘સીન’ કર્યું ને ચાલી, જોયો નહીં મારો હાલ;
બીજાની સ્ટોરીમાં હસતી, મારી ચેટ ન માપે…
ઑનલાઇન દેખાય…

રાતે બાર વાગે લખ્યું: ‘સૂઈ ગઈ? કેમ ચૂપ?’
સવારે આવ્યો જવાબ એક: ‘હમ્મ’ — ને તે ય ટૂંકું રૂપ;
ત્રણ ડૉટ્સ આવી ગયા ને ગયા, જીવ મારો ત્યાં ધ્રાપે…
ઑનલાઇન દેખાય…

પરાગ કહે: ભાઈ, ફોન મૂક ને ગલીએ જઈને મળ,
ઝરૂખે ઊભી હશે ગોરી, ફૂલ લઈને વળ;
પ્રેમ નથી કંઈ નેટવર્કમાં, પ્રેમ તો સામે થાપે…
ઑનલાઇન દેખાય…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખઅબોલાઆગલો લેખ →ઓશિકે