← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નહીં માગું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વિદાય વેળ હસીશું, રજા નહીં માગું,
કરીશ ઘાવ સહન, પણ દવા નહીં માગું.

હતો જ પ્રેમ, અને પ્રેમ તો ગુનો જ ગણાય,
ગુનો કબૂલ કરું છું, દયા નહીં માગું.

ભલે ન સાથ મળે ને, નસીબ હો અવળું,
હૃદય તને જ ધરું છું, વફા નહીં માગું.

હજાર દર્દ મળે, પણ તને તજું, એવી
નમાજમાં ય કદી હું દુઆ નહીં માગું.

પરાગ નામ સહજ છે, સુગંધ ફેલાશે,
પવન કને જ કદી પણ ‘હવા’ નહીં માગું.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્વમાન #પ્રેમ #વિદાય #ખુદ્દારી #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfRespect #UnconditionalLove #Parting #Dignity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચાવી સોંપતાંઆગલો લેખ →કાચો ઘડો