નહીં આવું
ભલે તડપું, ભલે તરસું, કદી સાદે નહીં આવું,
ઝુરાપાની કડી થઈને ફરી યાદે નહીં આવું.
તમે છત્રી ધરી ચાલ્યાં, અને ભીનો હતો પાછળ,
હવે હું કોઈ મોસમ, કોઈ વરસાદે નહીં આવું.
તમે ચિઠ્ઠી લખો, કે ફોન કરજો કે મનાવો પણ,
ન પત્રોથી, ન ફોને, કોઈ ફરિયાદે નહીં આવું.
ભલે મુરલી વગાડો શ્યામ, નાચે સૌ વ્રજે ગોપી,
હવે રાધા રિસાણી, કોઈ ઉન્માદે નહીં આવું.
પરાગે રાહ જોવામાં વિતાવ્યો છે જનમ આખો,
ભલે તું વાત માંડે, કોઈ સંવાદે નહીં આવું.
– પરાગ રતનપરા
#ગઝલ #રિસામણાં #સ્વમાન #પ્રેમ #રાધા #પરાગરતનપરા
#GujaratiGhazal #WoundedPride #SelfRespect #LoversQuarrel #Radha #ParagRatanpara