નદીમાં
ઝળકતા રહે છે સિતારા નદીમાં,
અને ડૂબકી લે મિનારા નદીમાં.
વહાવ્યા અમે દીપ પત્તાં ઉપર, ને
તરે છે હજી એ ઉતારા નદીમાં.
હવે ફૂલ સાથે ય પ્લાસ્ટિક તરે છે,
નહાતા હજી ત્યાં બિચારા નદીમાં.
હતી બા, હતો ઘાટ, ધબકાર ધોકા,
હજી સાંભળું એ ઇશારા નદીમાં.
પરાગે વહાવી હતી ફૂલ-હોડી,
ન પામી કદી એ કિનારા નદીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #નદી #ઘાટ #માનીયાદ #પ્રદૂષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #River #Ghats #MemoriesOfMother #SaveRivers #ParagRatanpara