← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદી જેમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અહીં ના ઘડી પણ રહીએ હવે,
નદી જેમ ક્યાંકે વહીએ હવે.

અહીં માણસો સૌ મુખોટે ફરે,
કશી વાત કોને કહીએ હવે?

હવા પણ અહીં ભાવ માગે, સખી,
ધુમાડો હજી શું સહીએ હવે?

હજી ગામમાં દીવડો ટમટમે,
ઉજાસો ફરી ત્યાં ગ્રહીએ હવે.

હવાના પરાગો બની બેઉ જણ,
નવી કોઈ મોસમ લહીએ હવે.

– પરાગ રતનપરા

#ગઝલ #પલાયન #ગામ #પ્રેમ #મુક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Escape #VillageLife #Love #Freedom #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફોનમાં જ્ઞાનઆગલો લેખ →મા વગર