← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વહેતી જાય, વહેતી જાય, નદી રે વહેતી જાય,
કાંઠે બેઠાં ગામને એ તો કાનમાં કંઈક કહેતી જાય.

ડુંગરની દીકરી એ, ઝરણાંની બહેની,
પથરા વચ્ચે પાડે એ તો પગલીઓ રેશમની;
ઘાટે ઘાટે ઘડા ભરાવે, તરસ્યાને સહેતી જાય…
વહેતી જાય…

ધોબીના ધબકારા ઝીલે, ઝીલે કંકુ-દીવા,
કોઈ પધરાવે ફૂલ, ને કોઈ મેલે અસ્થિ પીવા;
જનમ-મરણ બેઉને એ તો હેતથી ઝાલી લેતી જાય…
વહેતી જાય…

પરાગ કહે: આ નદી સદીઓથી નીચી ને નીચી ચાલી,
એટલે જ તો દરિયો મળ્યો, ગઈ ના ખાલી ખાલી;
જે નમે તે પામે, એવું એ મૂંગી મૂંગી ગાતી જાય…
વહેતી જાય…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસંગાથમાંઆગલો લેખ →ઉપવાસ