નડે છે
ન પથ્થર, ન કાંટો; અજાણી નડે છે,
પગે કાંકરી એ પુરાણી નડે છે.
મહાયુદ્ધ ભૂલી જશે સર્વ દુનિયા,
મને એક અંગત કહાણી નડે છે.
ખમી આંખ આંધી, સહી ધૂળ-ડમરી,
કણી એક એમાં ભરાણી નડે છે.
વસીયત, કરારો, બધું વીસરું, પણ
પિતા-હસ્તની એ લખાણી નડે છે.
પરાગે ગઝલ સો લખી, પણ, સખા, બસ
તમે ના કદી જે વખાણી, નડે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #નાનીપીડા #કાંકરી #પિતા #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #SmallWounds #LittleThings #FathersLetter #InnerPain #ParagRatanpara