← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ટીપણું ખોલી કહે છે: ‘સાતમે ઘર શનિ નડે,
જન્મ ટાણે સૂર્ય વાંકો, એટલે તો રવિ નડે.’

આંગળીએ નંગ ઝળકે, ને ગળે દોરા ઘણા,
ભૂખ નડતી ના, ગરીબી ના, ગ્રહોની ગતિ નડે.

‘કોઈ ના વાંચે ગઝલ મારી, કહો શું દોષ છે?’
‘કુંડળી ચોખ્ખી, તને તારો જ ભીતર કવિ નડે.’

ખોટ ધંધામાં પડી તો જ્યોતિષી પાસે ગયો,
‘ગ્રહ બરાબર છે, તને તારી જ ઊંધી મતિ નડે.’

ફૂલ ખીલે, ગ્રહ ગણે ના, એમ જીવ્યો આ પરાગ,
એ ફકીરી મોજમાં, બસ ફોરમ તણી રતિ નડે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #અંધશ્રદ્ધા #જ્યોતિષ #ગ્રહદશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Superstition #Astrology #Horoscope #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખકોને કહું?આગલો લેખ →ઉદ્ધવને