← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નારા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચોકમાં નારા ગજાવે, કેટલો ઊંચો અવાજ!
રોજ રેલી, રોજ ભાષણ, રોજ નવલો આ રિવાજ;
એ જ ચોકે એક બાળક ભૂખથી રડતું હતું,
કોઈ નેતાને ન આવી તોય એની સ્હેજ લાજ.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખબાપુઆગલો લેખ →નીલામ