નાનું સપનું
નાનું સપનું રે, મારું નાનું સપનું,
આંખને ખૂણે સમાય એવું, તોય આભથી ય લાંબું.
મોટો મહેલ ના માગું, ના માગું સોનાની થાળી,
માગું એક ઓસરી જ્યાં ઢળતી હોય સાંજ રૂપાળી;
ચા-ના બે કપ, ને પંખીનો ટહુકો, એટલું જ કાફી…
નાનું સપનું…
મોટાં સપનાં તો ઊંઘ ઉડાડે, નાનાં ઊંઘ ઉતારે,
મોટાં સપનાં ભીડે ઝૂરે, નાનાં ઘરમાં વસનારે;
મોટું ઘર તો ખાલી ખાલી, નાનું હૂંફથી ભરપૂર…
નાનું સપનું…
પરાગ કહે: આ નાનાં સપનાંમાં સઘળું સમાયું,
દીકરીનું હાસ્ય, ને માની આંખે મારું ગવાયું;
નાના દીવે આખું ઘર ઝળહળ, એવું જ મારું સપનું…
નાનું સપનું…
– પરાગ રતનપરા