ના રહે
કોઈ આંગણમાં અધૂરી આ દિવાળી ના રહે,
કોઈ નાના હાથમાં કોરી જ થાળી ના રહે.
ખેતરે વરસાદ વરસે સૌ સરીખો, હે પ્રભો,
કોઈ વગડે એક પણ સૂકી ય ડાળી ના રહે.
દીકરી પરણી જશે ને બા ય ચાલી જાય છે,
તોય આંગણ બાળકોની બંધ તાળી ના રહે.
હું ભલે રોતો રહું પણ આસપાસે કોઈની,
આંખ ભીની ને અમાસી રાત કાળી ના રહે.
આ પરાગે એટલું માગ્યું વસંતો પાસથી,
કોઈ ઉપવનનો ઉદાસી સાવ માળી ના રહે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રાર્થના #કરુણા #ગામ #સમભાવ #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Compassion #VillageLife #EqualityForAll #ParagRatanpara