← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

‘ના’ની જોડણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એણે મને પૂછ્યું:
‘ના’ની જોડણી કર.

મેં કહ્યું:
‘ન’ને કાનો — ના.

એ હસી:
‘ખોટું.’

પછી
ઝૂકેલી પાંપણ,
ગાલ પર ઊતરી આવેલી લાલી,
ને હોઠના ખૂણે
દબાવેલું સ્મિત —
એટલું લખીને
એણે ફરી કહ્યું:
‘ના.’

ત્યારે સમજાયું —
કેટલીક ‘ના’ની જોડણીમાં
આખેઆખી
‘હા’ સંતાયેલી હોય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાકીઆગલો લેખ →સરકારી શાળા