← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

‘ના’ કહી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફૂલ તોડે એમ, તેં તો બસ હસીને ‘ના’ કહી,
હાથ જોડી, ઘૂંટણે બેસી, ફરીને ‘ના’ કહી.

આંખમાં ભીનાશ ના, ના સાદમાં ઝીણો ય કંપ,
શાકવાળાને કહે જ્યમ, તેં ઠરીને ‘ના’ કહી.

ગાળ દીધી હોત, તો પણ સાંભળી લેતે સહજ,
તેં વિવેકે, આદરે, ધીમે નમીને ‘ના’ કહી.

નાત, પદવી, ને પગારો, બાપની મિલકત બધી,
ત્રાજવે તોલી બધું, ને તેં ગણીને ‘ના’ કહી.

તોય તારી ‘ના’ પરાગે સાચવી રાખી હજી,
સ્વપ્નમાં રોજે ફરી તેં, જ્યાં મળીને ‘ના’ કહી.

– પરાગ રતનપરા

#ગઝલ #ઇનકાર #તૂટેલુંદિલ #પ્રેમ #વેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Rejection #Heartbreak #UnrequitedLove #Pain #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતું, સખાઆગલો લેખ →મા અને પત્ની