ન પૂછો
ઘણા ઘાવ છે, પણ સવાલો ન પૂછો,
હતી કેમ ખાલી દિવાલો, ન પૂછો.
અમે રાત સાથે ઘરોબો સદાનો,
બળી'તી કદી એ મશાલો ન પૂછો.
ગયો ન્યાય લેવા અદાલત મહીં, તો
મુદત પર મુદતનો હવાલો ન પૂછો.
કિનારે નદીના હતી સાંજ ભીની,
હતો પ્રેમ કેવો નિરાલો, ન પૂછો.
‘પરાગે’ લખી છે ગઝલ આંસુઓથી,
ગયા કેમ ભીના ખયાલો, ન પૂછો.
– પરાગ રતનપરા
#ગઝલ #પીડા #મૌન #ન્યાય #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #UnspokenPain #Silence #Justice #Memories #ParagRatanpara