← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ન આવ્યા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણી પ્રાર્થનાઓ, જવાબો ન આવ્યા,
ઉગાડ્યા બગીચા, ગુલાબો ન આવ્યા.

અમે પુણ્યની ગાંસડી લઈ ગયા’તા,
કચેરી હતી ત્યાં, હિસાબો ન આવ્યા.

અમે આંસુ પી ઝૂમતા જિંદગીભર,
અમારે નસીબે શરાબો ન આવ્યા.

અમે ઠોકરે ઠોકરે પાઠ શીખ્યા,
નહીં ગુરુ, નિશાળો, કિતાબો ન આવ્યા.

પરાગે ખુદાની રજાને વધાવી,
પછી કોઈ મુખ પર નકાબો ન આવ્યા.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રાર્થના #ખુદાનીમરજી #શરણાગતિ #જીવનપાઠ #પરાગરતનપરા
#GujaratiGhazal #UnansweredPrayers #DivineWill #Surrender #LifeLessons #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆવજે મારી પાસઆગલો લેખ →લેખક