← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મુલાકાતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હૉસ્પિટલનો વૉર્ડ નંબર સાત,
પલંગ નંબર ત્રણ.

દીકરાઓ વ્યસ્ત છે,
દીકરી દૂર છે,
ને મિત્રો
કાં તો ગયા, કાં તો પોતે જ
કોઈ બીજા વૉર્ડમાં છે.

આજે બપોરે
એક માખી આવી
ને એના ઢીંચણ પર બેઠી.

એણે હાથ ન હલાવ્યો.

ઘણી વાર સુધી
એ માખીને જોતો રહ્યો —
એની પાંખો,
એના પગ,
એનું આમ તેમ ફરવું.

નર્સ આવી,
માખી ઊડી ગઈ.

નર્સે પૂછ્યું: ‘કોઈ આવ્યું હતું?’

એ હસ્યો:
‘હા, એક મુલાકાતી.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમને પૂછજોઆગલો લેખ →છૂટા શેર ૯૦૬૬–૯૧૪૫