મુબારક
તમોને બધાં સુખ નિરાળાં મુબારક,
અમોને અમારા ઉનાળા મુબારક.
તમે આભ આખું ખરીદ્યું, ભલે ને,
અમોને ટપકતાં પનાળાં મુબારક.
તમારી તિજોરી ભરાતી રહે ને,
અમારા હિસાબે દિવાળા મુબારક.
તમે ઘર વસાવ્યું નવા સાથમાં, લ્યો,
અમોને સફરના ઉચાળા મુબારક.
પરાગે કશું પણ ન રાખ્યું, છતાં યે,
હૃદયમાં ગઝલના ઉછાળા મુબારક.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #કટાક્ષ #શુભેચ્છા #ખુમારી #પરાગરતનપરા
#GujaratiGhazal #IronicBlessings #Separation #Pride #PoetsWealth #ParagRatanpara