મૃગજળ
રણની રેતમાં
દૂર
પાણી ઝગમગ્યું.
હરણ દોડ્યું.
હું પણ દોડ્યો —
પગાર,
પ્રમોશન,
મોટો ફ્લેટ,
મોટી ગાડી…
દરેક ટેકરી પાર
એક નવું મૃગજળ.
હવે થાક્યો છું.
રેતીમાં બેસીને
હાંફતાં હાંફતાં
સમજાય છે:
મૃગજળ જૂઠું નથી.
જૂઠી છે
મારી તરસની
વ્યાખ્યા.
– પરાગ રતનપરા