← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૃગજળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રણની રેતમાં
દૂર
પાણી ઝગમગ્યું.
હરણ દોડ્યું.

હું પણ દોડ્યો —
પગાર,
પ્રમોશન,
મોટો ફ્લેટ,
મોટી ગાડી…
દરેક ટેકરી પાર
એક નવું મૃગજળ.

હવે થાક્યો છું.
રેતીમાં બેસીને
હાંફતાં હાંફતાં
સમજાય છે:

મૃગજળ જૂઠું નથી.
જૂઠી છે
મારી તરસની
વ્યાખ્યા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરાખડીઆગલો લેખ →દઝાડો