મોતિયો
ગામની ડોશીનો
મોતિયો ઊતર્યો.
પાટો ખૂલ્યો
ત્યારે ડૉક્ટરે પૂછ્યું:
‘શું દેખાય છે, મા?’
ડોશી બોલી:
‘તમારો ચહેરો,
ને પાછળ ભીંત પર
ગાંધીબાપુનો ફોટો.’
પછી ધીમેથી ઉમેર્યું:
‘પંદર વરસે
દીકરાનો ચહેરો જોઈશ —
એ શહેરથી
આવશે ત્યારે.’
ડૉક્ટરે ચશ્માં ઉતાર્યાં
ને આંખ લૂછી.
ઓપરેશન સફળ હતું;
રાહ જોવાની
દવા
હજી શોધાઈ નથી.
– પરાગ રતનપરા