મોતિયો
પૂનમની રાતે
ધાબે ચડીને
ચાંદો જોવો છે —
એવું હું વરસોથી કહેતો હતો.
પણ પૂનમે
ઑફિસમાં ક્લોઝિંગ હતું,
પછીની પૂનમે
દીકરાની પરીક્ષા,
પછી લગ્ન, પછી લોન,
પછી હૉસ્પિટલ,
પછી… પછી…
ગયા મહિને
નિવૃત્ત થયો.
પૂનમે ધાબે ચડ્યો.
ડૉક્ટરે કહ્યું છે:
બંને આંખે મોતિયો છે,
ઑપરેશન પછી બધું ચોખ્ખું દેખાશે.
ચાંદો તો હજી એવો ને એવો જ છે.
ઝાંખી તો
મારી ફુરસદ પડી ગઈ.
– પરાગ રતનપરા