મૂઠી
દરિયાકાંઠે
મેં રેતી મૂઠીમાં લીધી.
જેટલી જોરથી
મૂઠી વાળી,
એટલી ઝડપથી
રેતી આંગળીઓમાંથી
સરકી ગઈ.
પછી મેં
હથેળી ખુલ્લી રાખી —
રેતી ત્યાં જ
નિરાંતે બેઠી રહી.
પ્રેમ પણ
આવો જ હોય છે.
દીકરા-દીકરીઓ પણ.
સમય પણ.
પકડવા જઈએ
તો છટકી જાય,
ને છોડી દઈએ
તો હથેળીમાં
ઘર કરી લે.
– પરાગ રતનપરા