મૂછનો વળ
મૂછે વળ દઈ ગામમાં ફરતો, સાવજ જેવો શૂરો,
ઘરમાં ઘરવાળી બોલે, ત્યાં બકરી જેવો પૂરો!
ચોરે બેસી ગપ્પાં મારું: ‘મેં તો દીપડો ભગાડ્યો,’
‘ધાડ પડી’તી ત્યારે મેં તો લાઠીએથી પછાડ્યો;’
ઘેર ગરોળી ભાળું ત્યાં તો ઊંચે ચડું અધૂરો…
મૂછે વળ દઈ…
સરપંચને પણ સંભળાવું, ‘ગામ તો મારું ગણાય,’
પણ ઘરવાળી પૂછે: ‘શાક ક્યાં?’ ત્યાં મોં સુકાઈ જાય;
થેલી લઈને દોડું બજારે, વટ ક્યાંય ના રહે પૂરો…
મૂછે વળ દઈ…
પરાગ કહે: આ મર્દાનગીની વાતો બહારે સારી,
ઘરમાં તો હરિ, સૌથી મોટી, સાચી રાણી નારી;
જે નમે એ જ ખરો મરદ, બાકી મૂછનો વળ અધૂરો…
મૂછે વળ દઈ…
– પરાગ રતનપરા