← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોંઘું થયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાવ ચડતા આભ લગ, ને જીવવું મોંઘું થયું,
ગૅસના ભાવે હવે તો રાંધવું મોંઘું થયું.

આંગણે ગાડી પડી છે, ધૂળ ખાતી રાતદી,
આ નવા પેટ્રોલ-ભાવે ચાલવું મોંઘું થયું.

સાચ બોલ્યા જે, ગણે છે એ હવે સળિયા બધા,
આજના આ દેશમાં તો બોલવું મોંઘું થયું.

રાતભર હપ્તા ગણું, ભાડું ગણું, બિલ પણ ગણું,
ઓશિકે ચિંતા ભરી છે, ઊંઘવું મોંઘું થયું.

આ પરાગે ફૂલ વેચ્યાં, મ્હેક પણ વેચાઈ ગઈ,
આ બજારે તો હવે સૌ મ્હાલવું મોંઘું થયું.

– પરાગ રતનપરા

#ગઝલ #મોંઘવારી #વ્યંગ #મધ્યમવર્ગ #મહેંગાઈ #પરાગરતનપરા
#GujaratiGhazal #Inflation #Satire #MiddleClass #CostOfLiving #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખસ્મરણઆગલો લેખ →બ્હાર છું