મોડું
ટ્રેન મોડી આવી.
પગાર મોડો આવ્યો.
ચુકાદો મોડો આવ્યો —
ત્યાં સુધીમાં
આરોપી અને ફરિયાદી
બંને ગુજરી ગયા.
રસ્તો મોડો બન્યો,
પુલ મોડો બન્યો,
વરસાદ મોડો આવ્યો
ને ખેડૂતનું દેવું
વહેલું આવ્યું.
ફક્ત એક વસ્તુ
આ દેશમાં
કદી મોડી નથી પડતી —
ચૂંટણીની તારીખ.
– પરાગ રતનપરા