← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોડી પડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જિંદગીના ઓરડામાં રોશની મોડી પડી,
વાત કરવી'તી ઘણી, પણ લાગણી મોડી પડી.

ખેતરે વરસાદ આવ્યો તો ખરો, પણ શું થયું?
બીજ ધરતીમાં બળી ગ્યાં, વાવણી મોડી પડી.

માફ કરજે મા, તને ના ઓળખી શક્યો કદી,
તું ગયે મારી ક્ષમાની માગણી મોડી પડી.

રાત આખી હું ઝરૂખે એકલો બેઠો હતો,
એ ગયાં ત્યારે જ આવી, ચાંદની મોડી પડી.

આ પરાગે પાનખરમાં બાગ મ્હેકાવ્યો ભલે,
ફૂલ જેવી એક એની સંગિની મોડી પડી.

– પરાગ રતનપરા

#ગઝલ #સમય #પસ્તાવો #મા #અધૂરપ #પરાગરતનપરા
#GujaratiGhazal #TooLate #Regret #Mother #MissedMoments #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆવજેઆગલો લેખ →થાય છે ઊલટું