મોચીકાકાની મોજ
ચાર રસ્તે
ઝાડ નીચે
મોચીકાકા બેસે છે.
ફાટેલાં ચંપલ, તૂટેલા બૂટ,
ને એક જૂનો રેડિયો.
રેડિયો પર ગીત વાગે
ને કાકા સાથે ગાય —
સોય ચલાવતા જાય,
તાલ આપતા જાય.
સામે કાચના ટાવરમાં
મોટા સાહેબ
ગોળીઓ ગળીને ઊંઘે છે.
એક દિવસ મેં પૂછ્યું:
‘કાકા, આટલી મોજ ક્યાંથી?’
કાકાએ દોરો દાંતથી તોડ્યો:
‘ભાઈ, લોકોનું ફાટેલું સાંધું છું,
મારું તો કંઈ ફાટેલું જ નથી.’
– પરાગ રતનપરા