← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મંગળ ફેરા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફેરા ફરે મારી લાડકવાઈ, મંડપ મંગળ ગાય,
શરણાઈના સૂર સાંભળી માનું હૈયું ભરાય.

પહેલે ફેરે ઢીંગલી છૂટી, બીજે ફેરે ઝૂલો,
ત્રીજે ફેરે આંગણ છૂટ્યું, ચોથે તુલસી-ચૂલો;
આંખ ભીની ને હોઠ હસે, આ કેવો ઉત્સવ થાય!
ફેરા ફરે મારી લાડકવાઈ…

બાપુ ઊભા થાંભલી પાસે, મૂછે દીધો વળ,
કન્યાદાને હાથ ધ્રૂજ્યો, આંખે ઊમટ્યું જળ;
આખો મંડપ જોતો રહ્યો, પથ્થર પીગળી જાય…
ફેરા ફરે મારી લાડકવાઈ…

પરાગ કહે: દીકરી તો ઘરનો તુલસીક્યારો, ભાઈ,
જ્યાં જાય ત્યાં ઘર મ્હેકાવે, એવી એની વધાઈ;
ગાઓ મંગળ, વરસો ફૂલો, લાડી સાસરે જાય…
ફેરા ફરે મારી લાડકવાઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનવું વરસઆગલો લેખ →ભોર