મિત્ર છે
ધોમ તડકે લીમડાનો એક છાંયો મિત્ર છે,
ઘર ડગે ત્યારે ખરો મજબૂત પાયો મિત્ર છે.
એક માના પેટના ના, તોય એવો સાથ છે,
રક્તનું સગપણ નથી, પણ ભાઈ જાયો મિત્ર છે.
આંખ ભીની, હાથ ખાલી, ને ખભે ભારો હતો,
સૌ જગતથી છેતરાયો, ત્યાં જ આયો મિત્ર છે.
હોય સુખ તો સાથ દેનારા ઘણા મળતા રહે,
દુઃખના દરિયે તરે, ત્યાં ઓળખાયો મિત્ર છે.
આ પરાગે શબ્દ જે ગૂંથ્યા, બધામાં એ જ છે,
હર ગઝલ-ગીતે અમારાં જે ગવાયો, મિત્ર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મિત્રતા #દોસ્તી #સાથ #ભાઈબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #TrueFriend #Companionship #Brotherhood #ParagRatanpara