મેળો
મેળો રે મેળો, મારો જીવ ચગડોળે ચડ્યો,
ઘેર જવાનું મન ના થાય, ને પગ તો પાછો પડ્યો.
ચૂડી લીધી લીલી પીળી, લીધી ઝાંઝર જોડ,
ભીડમાં કોઈએ ઓઢણી ખેંચી, દીધી હળવી મોડ;
પાછું વળી જોયું ત્યાં તો મારો રસિયો જડ્યો…
મેળો રે મેળો…
ભજિયાં, જલેબી, ગોળની ગાંઠ્યું, ફરતું ફરતું ચગડોળ,
એની સાથે ઊંચે ચડતાં ધબક્યું હૈયું ઢોલ;
નીચે ઊતરી, હાથ ન છૂટે, એવો જાદુ નડ્યો…
મેળો રે મેળો…
પરાગ કહે: મેળો તો કાલે ઊઠી જાશે, બાઈ,
પણ જે ચગડોળે હૈયું ચડ્યું, એ ક્યાં ઊતરે ભાઈ?
આખું વરસ મેળાની વાટે મારો દિવસ ઘડ્યો…
મેળો રે મેળો…
– પરાગ રતનપરા