← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેળામાં મળ્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તરણેતરના મેળામાં એ છત્રી લઈને ઊભો,
મારી ચૂંદડી ઊડી ગઈ, ને ઝાલી લીધો છેડો.

ચકડોળ ફરે, ને ફરતું મારું મનડું ગોળ ગોળ,
રાવણહથ્થો વાગે, ને વાગે હૈયે ઢોલ;
એણે આપ્યું પાનનું બીડું, હોઠ થયા રે રાતા…
તરણેતરના…

બાએ પૂછ્યું: ‘કેમ મોડું?’ મેં કીધું: ‘ભીડ બહુ હતી,’
પણ સાચું તો એ જ કે હું એને જોતી રહી હતી;
ઝાંઝર મારાં ચાડી ખાય, ને બાનાં નયન હરખાતાં…
તરણેતરના…

પરાગ કહે: મેળો તો પૂરો થાય ત્રણ દિ’માં,
પણ જે મળ્યું, એ રહી જાય આખા જીવતરમાં;
હવે દર વરસે મેળો ભરાય, ને હૈયાં ગીતો ગાતાં…
તરણેતરના…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવૉટ્સએપનો વરસાદઆગલો લેખ →ઊલટું