← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેળામાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેળે ગઈ’તી હું તો તને શોધવા, રે સાયબા,
લાખોની ભીડમાં ક્યાંય ન દીઠો, રે સાયબા.

ચકડોળે ચડી, ને જોયું આખું ગામ,
ફુગ્ગાવાળો, રમકડાં, ને મીઠાઈનાં ઠામ;
તોય મારી આંખ્યું ઝંખે એક જ તારું નામ, રે સાયબા…
મેળે ગઈ’તી…

બંગડીવાળાએ પૂછ્યું: ‘કઈ પહેરાવું, બોલો?’
મેં કહ્યું: ‘લાલ, જે ગમે એને’, ને હસી પડ્યો એ ભોળો;
એ ભોળો મેં ઝટ ઓળખ્યો, તું જ હતો વેશ ઓઢી, રે સાયબા…
મેળે ગઈ’તી…

પરાગ કહે: પ્રેમી શોધે બહાર, ને મળે સાવ પાસ,
ભીડ વચ્ચે પણ હોય છે એ, જેની હૈયે આશ;
મેળો તો બસ બહાનું છે, મળવું જ છે ખાસ, રે સાયબા…
મેળે ગઈ’તી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપડછાયોઆગલો લેખ →આંખમાં