← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેઘધનુષ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભે ચડિયું મેઘધનુષ, ભઈલા, જોવા ચાલો રે,
સાત રંગનો હીંચકો બાંધી, ઝૂલવા ચાલો રે.

લાલ રંગ તો ટમેટાનો, નારંગી તો નારંગીનો,
પીળો રંગ તો હળદરનો, ને લીલો લીમડાની ડાળીનો;
વાદળી આભ ને જાંબલી જાંબુ, ગણવા ચાલો રે…
આભે ચડિયું…

વરસાદ ગયો ને સૂરજ આવ્યો, બેઉએ મળીને દોર્યું,
કોઈ ચિતારે પીંછી લઈને આભનું પાનું ચોર્યું;
ચાલો આપણે કાગળ પર એ દોરવા ચાલો રે…
આભે ચડિયું…

પરાગ કહે: આ રંગ તો સાતેય જુદા જુદા રહે,
તોય ભેળા થાય ત્યારે જ આભ આખું કહે;
ભાઈબંધીનું ધનુષ બનાવી, રમવા ચાલો રે…
આભે ચડિયું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપગલાંઆગલો લેખ →ફકીરી