← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મીંડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મીંડું કહે, ‘હું ગોળમટોળ, મારી કોઈ ન કિંમત,
એકડા આગળ ઊભો રહું ત્યાં વધી જાય મારી હિંમત!’

એકલો હોઉં તો સૌ હસે, ‘આ તો ખાલી ભોપળું’,
એકડો આવી પડખે ઊભો, ત્યાં થઈ ગ્યો હું દસ-મોટું!
બગડો આવ્યો તો વીસ થયો, એવી મારી ગમ્મત…
મીંડું કહે…

ટીચર મૂકે લાલ મીંડું, ત્યાં તો રડવું આવે,
મમ્મી કહે, ‘આ મીંડું તો સૂરજ, ચાંદો સૌ બતાવે’;
પૃથ્વી પણ મીંડા જેવી, ફરતી રાખે સંગત…
મીંડું કહે…

પરાગ કહે: કોઈ નાનું નથી, બસ સાથ મળે સાચો,
મીંડું એકડે ભેગું થાય તો બને લાખનો આંકો;
ભેગા રમીએ, ભેગા ભણીએ, એ જ સાચી રમત…
મીંડું કહે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઘડિયાળ છેઆગલો લેખ →હરિ હરી ગયો