ઘડિયાળ છે
ઘરમાં હવે સૂનું બધું, બોલે અહીં ઘડિયાળ છે,
ખાલી બધા ખૂણા, અને ટકટક મહીં ઘડિયાળ છે.
બાળક ગયાં પરદેશમાં, પત્ની ગયાં ભગવાનને,
ને રાતભર જાગ્યા કરે, સાથે તહીં ઘડિયાળ છે.
દાદા ગયા એ રાતથી, કાંટા ય અટકી ગ્યા જુઓ,
ભીંતે છતાં લટકી રહી, ચાલે નહીં, ઘડિયાળ છે.
બેટો કહે પરદેશથી: ‘પપ્પા, હવે તો સ્માર્ટ લો’,
એમાં હજી ધબકે પિતા, એની સહી ઘડિયાળ છે.
ઓછી ભલે આ જિંદગી, તોયે પરાગે ના ગણી,
શ્વાસો ગણે છે એ જ તો, ભીંતે કહીં ઘડિયાળ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #એકલતા #ઘડિયાળ #સમય #વૃદ્ધત્વ #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #TickingClock #Time #EmptyNest #ParagRatanpara