← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૌનનો દીવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંદિરમાં હું ઘંટ ન વગાડું, મનમાં દીવો કરું,
શબ્દોની આરતી ઉતારું, મૌને માથું ધરું.

ઈશ્વર બોલે નહીં રે બાઈ, ઈશ્વર સાંભળે છે,
ઝરણું, પંખી, પાન ખરે, એ સઘળું એ ભાળે છે;
ઢોલ-નગારાં શાને વગાડું, હું તો ધીમી સરું…
મંદિરમાં હું…

ભીખ માગવા હાથ ન જોડું, આભાર માનું મનમાં,
ભૂખ્યાને જે રોટલો આપું, ઈશ્વર છે એ જણમાં;
દાન કરું તો ડાબા હાથે, જમણો ના ઊંચકું…
મંદિરમાં હું…

પરાગ કહે: આ મૌન તો મીરાંની વીણા જેવું,
વાગે ત્યારે તાર ન હાલે, હૈયું ગાતું એવું;
ચુપકીદીમાં શ્યામ મળે તો, બીજું શાને કરું?
મંદિરમાં હું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચાંદો કેમ પાછળ આવે?આગલો લેખ →લાઇબ્રેરીનું પુસ્તક