મૌનમાં
શબ્દ ભૂલી ગ્યા અમે, ત્યાં સંભળાતું મૌનમાં,
આપણું સગપણ બધું તો ઓળખાતું મૌનમાં.
હોઠ તો બીડ્યા અમે, પણ આંખ ખુલ્લી રાખતાં,
એક આખું આભ જાણે ઊઘડાતું મૌનમાં.
રોજ ઝઘડા ચાલતા, ને ચૂપ થઈ જાતાં અમે,
મન બધું યે રાત પડતાં ઓગળાતું મૌનમાં.
બાપ ને બેટો વરસથી ચૂપ બેઠા સામસામ,
એક ટીપું આંસુનું, ને પીગળાતું મૌનમાં.
ફૂલ ના બોલ્યું કશું, તો પણ પરાગે કાન દઈ,
મ્હેક કેરું ગીત જાણે ઊભરાતું મૌનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #સંબંધ #અબોલા #લાગણી #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #UnspokenWords #Relationships #FatherAndSon #ParagRatanpara